STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy

4  

RASIKBHAI PARMAR

Fantasy

હૈયા ધારણ

હૈયા ધારણ

1 min
403

મારું બહેર મારી ગયું હશે કે'

એક બુલબુલને મેં સાંભળ્યું !

ખુબ સુંદર ગાતું હતું,

મોજમાં રહેતું હશે.


સર્વ અનુમાન, તર્ક, ધારણા, વિચારથી વિપરીત

શરૂઆતમાં સહેજ સારું લાગ્યું,

પછી; જેમ જેમ સાંભળતો ગયો,

તેમ તેમ આનંદ વધતો ચાલ્યો,


બુલબુલના અવાજની આદત પડી ગઈ,

કલ્પના કરતો રહ્યો કે'

એ ખુબ ખુશ હશે ! એના જીવનથી !

હું સંપર્ક વધારતો ગયો,

તક મળ્યે, પરિચય કેળવતો ગયો. 


હવે બુલબુલ મારી વાત સાંભળવા લાગ્યું,

એ ગીત સિવાય પણ એની વાતો કરવા લાગ્યું,

અનુમાન, તર્ક, ધારણા, વિચાર, સ્વભાવથી વિપરીત

એ મારું સાથી, હું એનો સાથી - સમય પૂરતા.


હવે તે આનંદ સાથે સાથે દુઃખ અને કષ્ટો કહેતું થયું,

હું પણ મારી આપવીતીઓ અને ખુશીઓ કહેતો ગયો,

ઘણી બધી સામ્યતા હતી, અમારામાં !


એક તબક્કો આવ્યો

અમારી વચ્ચે લગભગ, તમામ વાતોની આપલે થઈ ગઈ,

એ વિચલિત, હું બેચેન !

હવે એ કંઈ ગાતું નથી હું કંઈ સાંભળતો નથી


એ ચૂપ છે હું શાંત છું.

અચાનક સફાળો, હું જાગી જાઉં છું 

એ એક સ્વપ્ન હતું ! હા હકીકતમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy