STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

3  

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

હું હું

હું હું

1 min
190

હું પતઈ છું,

હું સિદ્ધરાજ છું,

હું દુર્યોધન છું,

હું રાવણ છું,

પણ થોડો, થોડો, થોડો જ,

અને એટલે બળતો રહું છું,

(અન્યથી પણ)

છતાં સૌ કોઈની યાદમાં છું, હું !


એમની વાતોમાં છું,

એમના વ્યવહારમાં છું,

એમની નજરમાં છું,

એમના મનમાં છું,

એમના હૃદયમાં છું,

એમના ઉદાહરણમાં છું,

તેથી તો મરતો નથી,

સજીવન કરે છે સૌ સમય સમયે,

પોત પોતાની રીતે, કમને !


જે જેની સમજણ,

ફાફડા જેવો સીધો, સ્વાદિષ્ટ,

જલેબી જેવો, મીઠું ગૂંચળું !

નથી ઓળખી શક્યું કોઈ, સંપૂર્ણ મને !

પંડિત છું, કેટલો ? હું જાણું !

શક્તિમાન છું, કેટલો ? હું જાણું !

ગુણી છું, કેટલો ? હું જાણું !

હું અન્ય ગુણો પણ ધરાવું છું.


અહંકારને લઈ ઓળખાયો,

વિવેકને લઈ વગોવાયો,

દશે દિશાઓ ઘમરોળતો,

દસ મુખેથી વ્યક્ત થતો,

જેવો છું તેવો..... પારદર્શી છું.

પ્રયત્નો "સ્વ" પર વિજય મેળવવાના"માં",

રત છું !

"રવ" છું !

અનંત ચેતનાનો "રસિક" છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy