STORYMIRROR

RASIKBHAI PARMAR

Romance Inspirational

3  

RASIKBHAI PARMAR

Romance Inspirational

ઝંખના

ઝંખના

1 min
143

સહમી ગયાં એ બેઉ,

સિનેમા, નાટક, વાર્તા ને કાવ્યમાંનાં,

નાયક-નાયિકા,

અનરાધાર સ્વૈર વિહાર, આનંદ પ્રમોદ કરીને,

જ્યારે, વખતના માર્યા,

કોઈ અગમ્ય પ્રસંગ, અજાણ વાત કે લાચારીના,

વ્યથિત હૃદયે, છુટ્ટા પડે, ત્યારે છેલ્લે,

એકબીજા પરની ભરપૂર લાગણી, 

જે છે તે; દર્શાવી શકતાં નથી,


તેઓ પાછળ વળી વળીને જુએ છે;

ને, મનોમન ઝંખે છે કે, - 'એ' મને કહે :

-એય, ઊભો / ઊભી રહે,

મને રોક, અટકાવ,

પ્રેમનો સ્વીકાર કર,

મને જવા ના દે, પ્રિય


ગમે તે સ્થિતિમાં, છુટ્ટા ન પડવાનું આપણું વેણ ?

ઉથાપતાં;

કાશ ! એવી એ,

ઢબુરાયેલ ભીનાશ ફરી તરવરે,

પ્રેમની મુશળધાર વર્ષા થકી,

એવાં પ્રિયજન સૌ જીવનમાં એક થાય !

હેત, પ્રેમ, સ્નેહની જય જયકાર થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance