STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

4  

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

આ વળી શું ?

આ વળી શું ?

1 min
207

આ વળી શું વાટ જોવાની ?

વારે ઘડીએ, રિબાયા કરતાં 

છાનાં સપનાંએ સરી જવાનું !

આ વળી શું રાહ જોવાની ?


ફાંફાં મારી ને, તક જોવાની !

પડે ન પાસા પોબાર, ત્યારે;

ટાણું આવે તો ટળી જવાનું !

આ વળી શું રાહ જોવાની ?


લાખ વિનંતી, રુંવાડું ન ફરકે,

હરફ એકેય ઉરથી ન ઉકલે,

ઢાળ મળે તો ઢળી જવાનું !

આ વળી શું રાહ જોવાની ?


ક્ષણ ક્ષણ ફરે મનમાં માળા,

નથી મળ્યાના લોહી ઉકાળા,

ચણ મળે તો ચળી જવાનું !

આ વળી શું રાહ જોવાની ?


વિરહી મન છે વિલાપ કરશે,

રડશે, કલવલશે, કલ્પાંત ભરે,

છાનું રાખે કો' પલળી જવાનું !

આ વળી શું રાહ જોવાની ?


વહેતી નદી, કિલ્લોલ ઝરણે,

તટ પરના કો' અડીખમ ઝાડે,

પીળા પાન થઈ ખરી જવાનું !

આ વળી શું રાહ જોવાની ?


મુશળધાર વર્ષા જ્યાં થાયે,

હેત અનરાધાર, ગાઢ પ્રીતની,

બે ચાર શબ્દે, લળી જવાનું !

આ વળી શું રાહ જોવાની ?


આ વળી શું રાહ જોવાની ?

પળ પળ, વ્યર્થ જીવવા કરતાં 

મોત આવે તો મરી જવાનું !

એ માટે શું ? રાહ જોવાની ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy