STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

3  

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

એને, જેને, તેને

એને, જેને, તેને

1 min
12


ભર ભાંખળે;

પ્રથમ, યાદ આવે;

જાણ ન જેને !


બધિર બન્યા,

કાન ! સૌ "રવ", તેને !

કહું હું કેને ?


મારી કવિતા !

લખાય જેને, માટે !

પડી ન એને !


વન વગડે,

મૃગલો તૃષાતુર !

કહો જૈ તેને !


ધ્યાને જો લેશે,

આરઝુ અકબંધ;

જાશે છીપાઈ !


પુણ્યનું ભાથું !

ભરપાઈ થવાનું;

આશિષ એને !


ભાન ભૂલીને,

આથડવું એમ જ;

ના નિષ્કર્ષ !


છુપાઈ રહી,

જે રાખે ધ્યાન, મારું ?

વંદન તેને !


દૂર દૂરથી;

આહટ, નાહકની;

જાય સુવાંગ !


પ્રતીક્ષા પૂર્ણ !

કરવી, હાથ એના;

સ્પંદન જેને !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy