અવઢવ અને ઉકેલ
અવઢવ અને ઉકેલ
સરરરર......
પવનના સપાટા ને વર્ષાના ઝપાટામાં,
તમામ ચેતવણી અવગણી,
બહાર નીકળવું નહોતું, છતાંય નીકળ્યો !
તોફાનમાં....!
ઘરેથી આજ્ઞા હતી કે',
ખાવાનો રંગ (કલર) લઈ આવો ઝટ !
હજુ સવારે જ એ કંઇક ખરીદી લાવ્યાં હતાં !
કોઈ સ્વાદિષ્ટ વ્યંજન કરવાનું હશે તે,
'ને એને દર્શનીય બનાવવું હશે...!
હવે, છૂટકો નહોતો, નીકળ્યો, પહોંચ્યો દુકાને,
ત્યાં એના દામ - આઠ રૂપિયા,
ખિસ્સામાંથી, નીકળ્યા પાંચસો !
તદ્દન નવી નોટ !
આઠ માટે પાંચસોનો ઠાઠ,
બે શ્વાન, પટપટતા આવ્યા, બિસ્કિટની લાલચે !
પાર્લરવાળા પાસેથી બે પેકેટ લઈ - પીરસ્યા,
પૈસા બાકી ખાતે,
બાજુમાં શાકભાજીવાળા ને ત્યાંય, થયું એમ જ,
દૂધની દુકાને, એક થેલી, પાછા બત્રીસ, બાકી સ્તો !
રંગ, બિસ્કીટ, શાકભાજી અને દૂધ - લેણદાર ચાર !
યાદ રાખવાના, મારે, આપવા માટે !
મેં શાકભાજી દુકાનેથી જરૂરી રોકડા,
શાખે લીધા,
બાકીના ત્રણનું ચૂકતે કર્યું,
ઠાઠ - પાંચસોનો એમ ને એમ રહ્યો,
વાવાઝોડાએ શીખવ્યું......
કોઈ એક પર ઉધાર, રાખવો નહિ !
