+: મિત્રતા દિવસ:*
+: મિત્રતા દિવસ:*
*: મિત્રતા માટે હાઈકુ કાવ્ય :*
*મિત્ર! ના, હોત;*
*"તું"! સુદ્રઢ સબંધ?*
*શોધ સદાની!*
*જીવનભર!*
*મચ્યો રહેતો! મિત્ર;*
*મિત્રને કાજે!*
*મિત્ર દિવસ;*
*સદાનો! એની યાદ?*
*ભુલાય નહી.*
*સંગ હો, ના હો;*
*સળવળતી, રહે!*
*સુગંધ એની.*
*વિસારું કેમ?*
*કુદરતની, કૃપા!*
*મિત્ર "તું" મળ્યો!*
*ભેદ રેખાનો;*
*જાય ભૂંસાઈ! મિત્ર;*
*યાદ આવતાં.*
*દોસ્ત! બક્ષિસ?*
*માનું! ભૂલ ભરેલો;*
*કરું સ્વીકાર!*
*ના કોઈ! રેખા?*
*સીમા? નડે! સાનિધ્ય;*
*હોય મિત્રનું.*
*એની કૃપા! હું;*
*કુબેર સમ! મિત્ર;*
*"તુ" જ મળતાં!*
*બહેન! વ્હાલી;*
*મિત્ર રહે! જીવન;*
*ભરે ઉમંગ!*
*પત્ની સદાની;*
*જ, છે; શ્રેષ્ઠ મિત્ર! ને;*
*ઉજળી સંધ્યા.*
*"રવ"* (૦૪/૦૮/૨૪)
(હૃદયે આવ્યું તેવું ઉતાર્યું.)
