STORYMIRROR

RASIKBHAI PARMAR

Others

3  

RASIKBHAI PARMAR

Others

ગણેશ વિસર્જન દિવસે

ગણેશ વિસર્જન દિવસે

1 min
160

દામ આપી લાવીએ આપણે !

એકથી ગણી અગિયાર, 

ઊભા દિવસ સાચવીએ આપણે !


અછો અછો વાનાં કરીને,

જુદા જુદા ભોગ ધરાવીએ આપણે !


સવારથી માંડી રાત્રી સુધી,

જપ તપ પૂજા કરીએ આપણે !


એમનું તો એવું છે કે

મોટા કાન ને મોટું પેટ

ઝીણી આંખ ને વરદ હાથ,

ખાલી ખાલી જોઈએ છીએ આપણે !


સાંભળો સહુનું, અંતરમાં ઉતારો,

સૂક્ષ્મ દૃષ્ટિથી જગત નિહાળો,

વરદ હસ્તે સૌનું સારું કરીએ,

એ શીખ દાદાની લઈએ આપણે !


જનમ્યું તેનો અંત રહેવાનો,

ભલે પછી તે હોય ભગવાન,

નદી, સરોવર સમુદ્ર મધ્યે

હર્ષથી એમને ડૂબાડીએ આપણે !


સદા સૌનું શુભ હો !

રિદ્ધિ સિદ્ધિ સૌને મળો !

શુદ્ધ ભાવના હૃદય મધ્યે રાખી,

હંમેશા મગ્ન એમાં રહીએ આપણે !

 

ભોળા બની ભગવાન ભજો,

સમય પૂરતા નહિ, સદાને માટે,

દુર્ગુણ, દુર્વ્યસન, દુરાચારનું,

શક્ય તે દહન કરીએ આપણે !


દામ આપી લાવીએ આપણે !

અનંત ચતુર્દશી પર વાજતે ગાજતે,

મૂર્તિ એમની ભલે હોય મનોહર,

દામ આપી વિસર્જન કરીએ આપણે !


લાભ શુભના કર્તા એવા,

ગણપતિ પોતે થઈ જઈએ આપણે !

આવતા વર્ષે આવજો બાપા !

ગણપતિ બાપ્પા મોરિયા.


Rate this content
Log in