મને ગમશે હોળી ધુળેટી
મને ગમશે હોળી ધુળેટી
જોને કુદરતે રંગી છે દુનિયા કેવી નવરંગથી
ચાલ હૈયાને ઝબોળીએ આજ કેસૂડાના રંગથી,
જોને પેલી કુદરત ખીલી છે ઇન્દ્રધનુષના રંગથી
મન મોહી લીધા છે પેલી કોયલે એના ટહુકાથી,
જોને ખરી પડ્યા છે બધા પાન વધામણીથી
ચાલ હવે નવી વસંત ખીલવીએ નવેસરથી,
જોને ફાગ ને ગઝલ ગવાય છે કેવા ઉમંગથી
ચાલ કરીએ હોળી હવે વહેમને અંધશ્રદ્ધાની,
જોને દિલમાં પ્રણયનો ફાગ ખીલ્યો છે નજરથી
ચાલ કરીએ હોળી દુર્ગુણ, કુટેવ ને અહંકારની,
જોને કેવો કેસૂડો ખીલ્યો છે દિલમાં સુગંધથી
હોળી ધુળેટી ઉજવીએ આજ પ્રણયના રંગથી,
જોને રંગાઈ ગયું છે મન જીવનના અનેરા રંગથી
મને ગમશે 'વાલમ' દિલના રંગે રંગાવું ઉમંગથી.
