તારો સાથ ના ભૂલું
તારો સાથ ના ભૂલું
ભૂલું ના તારો સાથ આપ્યો છે સહકાર
એ વખતને કેમ હું ભૂલી જાઉં !
માનતો નહોતો કે સાથ પણ હોય આવો
એ સાથીને કેમ હું ભૂલી જાઉં !
સમાજની ટીકાઓ વચ્ચે અડગ રહે એ
સાથીના સાથને હું કેમ ભૂલી જાઉં ?
હશે..આજના સમયની માંગ એ છે કે
જીવવા માટે સાથ, એ હું કેમ ભૂલી જાઉં !
ભૂલવા માટે બહુ છે પાસે ખરાબ યાદો
એ યાદોને હવે કાયમ માટે ભૂલી જાઉં,
સાથ તારો હોય, અડગ નિર્ધાર હોય તો
જીવનમાં આવેલા દુઃખોને ભૂલી જાઉં,
જિંદગીનો સાર એ છે હંમેશા કે
ક્લેશ ટીકાઓને કાયમ માટે ભૂલી જાઉં.

