જવાબદારી
જવાબદારી
પુરી રાત એ જલતી રહી,
કડકડતી ઠંડી ને સહી,
સડક કિનારે ઉભી રહી,
મોઢે થાક કે વિષાદ નહીં.
અંધારા સામે લડતી રહે,
સૌ એને સ્ટ્રીટ લાઈટ કહે,
જવાબદારી લીધી હતી,
તેને તે નિભાવતી રહેતી,
નોંધ એ કોઈએ ન લીધી,
નહીં કોઈ પરવા કીધી.
કેમકે એ તો જલતી હતી,
જવાબદારી નિભાવી હતી.
સવાર થતા પ્રકાશ થયો,
અંધકાર દૂર થઈ ગયો,
લોકો બધા જાગ્રત ગયા,
સૌ કામ કાજે લાગી ગયા.
લાઈટ ચાલુ જ રહી ગઈ,
હવે તે સાચે જ થાકી ગઈ,
જવાબદારી જે લે તે જાણે,
બીજાલોકો સહેજે એ માણે.
