જિંદગીણી સફર
જિંદગીણી સફર
લાગણી વગરનો પ્રેમ ના કહેવાય
સપના વગરની દુનિયા ના કહેવાય
સફર કરવી છે જિંદગીની મારે
પરિશ્રમ વગરનું જીવન ના કહેવાય
બેઠા બેઠા જીવન જીવી શકાતું નથી
કર્મો વગર આપણાથી રહી શકાતું નથી
જિંદગી છે લાંબી એમ માનીએ છીએ
સફર જિંદગીની સહેલી માનીએ છીએ
સફળતા પ્રાપ્ત કરવા શ્રમ કરવો પડે છે
સપનાની દુનિયાને સાકાર કરવી પડે છે
સફર જિંદગીની અતિ છે મુશ્કેલ
છતાં હળવાશથી જીવવું પડે છે
જિંદગીની મારે સફર કરવી છે
અમસ્તા પણ સંબંધો ટકાવવા પડે છે
હકીકતમાં આપણે સમાધાન કરીએ છીએ
સફરને આપણે જાળવી રાખીએ છીએ
અંત સમયની રાહ ના જોશો
કુટુંબ પ્રત્યેની લાગણી ના ગુમાવશો
લાગણી વગરનો પ્રેમ ના કહેવાય
સપના વગરની દુનિયા ના કહેવાય
