STORYMIRROR

dinesh Nayak "Akshar"

Fantasy

4  

dinesh Nayak "Akshar"

Fantasy

આવી હોળી

આવી હોળી

1 min
270

આવી રે આવી રૂમઝૂમ કરતી આવી હોળી,

અંતરે અરમાન જાગવી, ઢંઢોળી ઢંઢોળી,


ચારેકોર ધમાલ રંગોની કમાલ,

અંગે અંગ ઊડે રે અબીલ ગુલાલ,


લઈને સપ્તરંગી રંગોની ઝોળી,

આવી રે આવી રૂમઝૂમ કરતી હોળી,


રીમઝીમ વરસે આજ રંગો લાલમ લાલ,

 રંગે આકાશી અંતર મન વિશાલ,


 છબીલાને રંગે છે પ્રીત રંગમાં ઝબોળી,

આવી રે રૂમઝૂમ કરતી આવી હોળી,


નવલી એક નાર એની આંખોમાં ખુમાર

સાથે યાદોની લઈ વણઝાર,


હરખે રસિયાને રંગમાં રગદોળી

આવી રે આવી રૂમઝૂમ કરતી હોળી આવી.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Fantasy