STORYMIRROR

Bharat Parmar

Fantasy Inspirational

4  

Bharat Parmar

Fantasy Inspirational

સૌ ભૂલી જવાનું છે

સૌ ભૂલી જવાનું છે

1 min
309

ફૂલોને એ ખબર નથી કે સવારે શું થવાનું છે 

કોણ જાણે કાલે મંદિરે કે સ્મશાને જવાનું છે,


માનવને એ ખબર છે કોણ પારકું ને પોતીકું છે 

નર્યા સ્વાર્થના ઘોડાપૂરમાં કેવું મન તણાયું છે,


મારું-તારું, તારું-મારું મનમાં ખૂબ ભરેલું છે 

તોય બાહ્ય આડંબરથી મનને ખૂબ મનાવ્યું છે,


કર્યા કર્મ ભોગવવાના એ સાચું તો કહેવાયું છે 

સ્વર્ગ નર્કની વાત સુણી ક્યારેક મન વલોયું છે,


નીતિ અનીતિના સરવાળે સ્વયં તો માણેલું છે

જિંદગીના ગણિતમાં ક્યાં કેટલું ખોટું ગણાયું છે,


અંત સમયે જવાના એકલા સૌએ જાણેલું છે 

સંબંધો સૌ પુરા થતાં 'વાલમ' ભૂલી જવાનું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy