STORYMIRROR

Jignasha Trivedi

Drama Fantasy

3  

Jignasha Trivedi

Drama Fantasy

જાણ કે ત્યાં રાધા છે

જાણ કે ત્યાં રાધા છે

1 min
275

પ્રેમની અભિવ્યક્તિ ત્યાગ ને 

સમર્પણ જ્યાં ભારોભાર જણાય,

જાણ કે ત્યાં રાધા છે.


વિરહના મીઠા ગીતડાં ગવાય ને

બોર-બોર જેવડા આંસુથી કાન લખાય

જાણ કે ત્યાં રાધા છે.


વર્ષો સુધી એક જ વાટડી પર

ચંચળ ચપળ કોમળ નયન મંડરાય

 જાણ કે ત્યાં રાધા છે.


મેઘધનુષના રંગો ચોતરફ રેલાય

ને એમાંથી મોરપીંછ મલકાય

'જાણ કે ત્યાં રાધા છે.' 


મધમધુવનમાં જ્યારે બંસરી

અને રાસની જુગલબંધી જણાય

'જાણ કે ત્યાં રાધા છે.'


શોધ ના અહીં તહીં તું કામણગારા કાન

ને રાધાનું જ્યાં -જ્યાં નામ લેવાય' 

'જાણ કે ત્યાં કાન છે.'


Rate this content
Log in

Similar gujarati poem from Drama