STORYMIRROR

Jignasha Trivedi

Tragedy Inspirational

4  

Jignasha Trivedi

Tragedy Inspirational

આંસુ

આંસુ

1 min
419

સળગતા શ્વાસમાં ગૂંગળાતું જતું આંસુ,

ઝળઝળિયાં બની આંખે અટવાતું આંસુ,


ડૂસકાં થકી વદનના ખંજનને કંપાવતું, 

પછી દર્દ દબાવી પાંપણે મલકાતુંં આંસુ,


ક્યાંક અજાણ્યે ડૂમો ભરી રડી લેવાય ને, 

ક્યારેક મૌન બની ભીતર ધરબાતુંં આંસુ,


ક્યાંક ડૂબી જતું ચાંદ બની અમાસમાં,

ક્યાંક ઓશિકાને મોતીડે સજાવતુંં આંસુ,


"તિતિક્ષા" મ્હોરી ઊઠી પાંપણે વસંત સમી,

ભીંજવી હોઠ મારા મને મહેકાવતુંં આંસુ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy