STORYMIRROR

Kiran piyush shah "kajal"

Fantasy

4  

Kiran piyush shah "kajal"

Fantasy

કરશું

કરશું

1 min
321

ન ગ્રહો મળે આપણા તોય મળશું

હથેળીની રેખાને ભૂલી નામ લખશું, 


નસીબે મહેનત લખી છે તો કરશું

અભાવો ઘણાયે નડે ત્યાં શું ડરવું ? 


વીતેલી સમય આજ પાછો મળે તો,

એ ગમતી પળો જીવીને ખૂબ હસવું,


કદી આંસુ છલકાય આંખોથી ત્યારે

મનોમન જ ખુદને જરા પ્રેમ ધરશું,


છે હદથી વધારે સમય રાહ જોજો, 

વળી શ્વાસ સોંપી અહીં આહ ભરશું, 


મળેલી તકો વેડફી નાખી છે તોય, 

ને ભીતર અદાલત ભરી રોજ લડશું, 


અજ્ઞાની કરે વાત સાચી પડે તોય, 

અસર થાય સમજાય તો પણ ન પડવું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy