કવિતા
કવિતા
આંબે મોહરી મંજરી ને મ્હેકાઈ કવિતા;
કલમ ચાલી કાગળ ઉપર ને લખાઈ કવિતા.
ઉભા આખા ખેતર વચાડે લહેરાઈ કવિતા;
સોળ વરસની છાની છાની શરમાઈ કવિતા.
ગોરંભે આકાશ, થાય વાદળાંનો ગડગડાટ;
મેઘ ધનુષ્યના સાતેય રંગોમાં મને દેખાઈ કવિતા.
હાલરડે, કસુંબલ ડાયરે કે પછી શૌર્ય ગીતોમાં;
જીવતી રહીને લોકજીભે ગવાઈ કવિતા.
ભર્યા સાગરેથી તરસ્યા ભલે રહો તમે;
કલકલ વહેતાં ઝરણાંમાં ઘૂંટડે ઘૂંટડે પીવાઈ કવિતા.
