નવનિર્માણ થવું બાકી છે
નવનિર્માણ થવું બાકી છે
ગુલામીની બેડીઓ તૂટી, આઝાદ થયો દેશ;
વિચારોથી આઝાદીનું નવનિર્માણ થવું બાકી છે,
થઈ ગયા ફના કેટલાયે નવલોહિયા યુવાનો;
એમના બાકી રહેલા કામનું નવનિર્માણ થવું બાકી છે,
અંગ્રેજોને હડસેલી દીધા, કીધા મહારથી જેર;
કદી અસ્ત ન પામતો એ સૂરજ પણ ગયો;
આપણા પોતીકા સૂરજનું નવનિર્માણ થવું બાકી છે,
આપણે તો ફક્ત ભગવાનને જ લોર્ડ કહેતા;
એમના નામમાંથી લોર્ડ કાઢવાનું નવનિર્માણ થવું બાકી છે,
વિદેશી ચીઝ હાવી થઈ ગઈ છે આ દેશ પર;
સ્વદેશીને લાવી ઉજાગર કરવાનું નવનિર્માણ થવું બાકી છે.