Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Tragedy Inspirational

4  

Ajay Parker ' ભાવિ '

Tragedy Inspirational

આજ

આજ

1 min
247

ફરફર ફરફરે આસોપાલવના તોરણ;

ઊભો સજીને શણગાર ઉંબરો આજ,

રમતી'તી કાયમ જે આંગણે ઢીંગલી બની;

માંડવો રોપીને બેઠું છે ચોરીનો આજ,

ધડકે હૈયું દીકરીનું, કે થડકે હૈયું માબાપનું;

સાજન-માજન આવી પહોંચ્યાં બની-ઠનીને આજ,

ફેરા થયા પૂરા, થઈ ચોરી ટાઢી હવે ?

વર તો મુખમાં મલકે, દીકરી અવઢવમાં,

આવી પહોંચી વેળા કન્યા વિદાય તણી;

ઉંબરો, આસોપાલવ, ચોરી નિ:શબ્દ આજ,

ઢોલ ઢબૂક્યો, સાફો લઈ ચાલ્યો કાળજુ, પાછળ મેલી ઉચાટ;

રમણ દીવડો એકલો ઝઝૂમે, આઘુ ઠેલે અંધારું આજ,

પાછાં ફરતાં મા-બાપ દીકરીનાં, રાહ નવ કપાય;

બેડીઓ સો સો મણની જડી પગમાં જાણે આજ

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy