Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Inspirational

4.0  

Ajay Parker ' ભાવિ '

Inspirational

તને કંઈ થાય છે ?

તને કંઈ થાય છે ?

1 min
118


ઉકળતા ચરુને જોઈને,

હાંડલામાં વલોવાતી છાશ,

પાણીને ચક્રાકારે ફેરવતુું વમળ, 

આ બધું જોઈને કંઈક થાય છે,


સરરર વહી જતા પૈડાં નીચેના

કાળા ડામર ને પૂછવાનું મન થઈ જાય છે

તને કંઈ થાય છે ?


પોટલાંમાં લંગાયેલા ઘાસને જોઉં છું,

રજકો એના પાન બીડી ચૂક્યો છે,

તેની નાની શી દાંડી પર જામેલું ટીપું,

શું ઘાસને કશું ન થાય ?


નિરાંતે ઘડીક પોરો ખાવા બેઠેલા બળદ પર

વારે વારે બેસતી પેલી માખીને

ઉડાડવા મથતા લાંબા કાન

હા, લાગે છે કાન ને કંઈક થતું હશે !


પીળા થયેલ પર્ણને સાચવી રાખ્યા હશે !

અળવીતરા પેલા પવને તે ખેરવી દીધાં,

શું એ પર્ણોને ડાળી છોડતાં કંઈ થાય ખરું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational