માનવાથી આવશે
માનવાથી આવશે
માનવાથી આવશે જો એ લગીરે પ્રીત રાખી
હાથ મારા ઝંપશે જો સૂર તારો સંભળાશે,
આજ મોંહે વાગશે જો તીર તારાં મુજ હૈયે
રાજ આંખો ખોલશે તો બંધ હૈયું શું કહેશે ?
શ્વાસ ભીના બારણે આવી મધુરાં ગીત ગાશે !
ફૂટશે જો કૂંપળો ય તો અલીનાં ગુંજનોથી,
હોય સુગંધિત પુષ્પો ખોટ તારી પ્રવર્તશે
કાચ જેવી આંખનો તો ખાર ફેલાશે ચહેરે,
શાંત પાડયા એય મીઠા મુજ સંબંધો ચર્ચાશે
માંડ રૂજ્યા એમ પાછા ઊઘડી જો ઘાવ જાશે,
માનવાથી આવશે જો એ લગીરે પ્રીત રાખી
હાથ મારા ઝંપશે જો સૂર તારો સંભળાશે.

