Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Romance

4.5  

Ajay Parker ' ભાવિ '

Romance

કોઈ

કોઈ

1 min
6


આજ નીકળશે મારા દ્વારેથી કોઈ,

એવા અભરખે બેઠું તુ,

કોઈ ખુલ્લી બારીએ બેઠું તુ.


પગરવ તો શું, પડછાયો પણ પારખી લે,

એવી ચકોર નજરે બેઠું તુ,

કોઈ ખુલ્લી બારીએ બેઠું તુ.


મટકું એ માર્યું નહીં,

કરી જાગરણ રાત આખી બેઠુ તું,

ઓરડો જ નહીં,

હૈયે મોહલાત ચણીને બેઠું તુ,

કોઈ ખુલ્લી બારીએ બેઠું તુ.


ઉઠશે સુગંધ મારા સ્નેહતણી,

એવી આસમાં, ચંપો ડમરો લઈ બેઠું તુ,

ઓળખાણ વિના, સગપણ વિના, બસ, 

મેળાનુંએ ખાસ યાદ રાખીને બેઠું તું,

કોઈ ખુલ્લી બારીએ બેઠું તુ.


ધરપત વધી, અધિરાઈ વધી,

શબરી થઈ બોર ચાખીને બેઠું તુ,

સરકી ન જાય આ પળ હાથથી એટલે જ તો,

શ્વાસોને થામી રાખીને બેઠું તુ, 

કોઈ ખુલ્લી બારીએ બેઠું તુ.


અધિકાર ખાલી મારો જ  છે આ હૈયા પર,

એવું ‘ભાવિ‘ ભાખીને બેઠું તુ;

ખબર હજુ નહિ હોય કે શું ?

દર્શન વિનાનો નિસાસો નાખીને બેઠું તુ,

કોઈ ખુલ્લી બારીએ બેઠું તુ.


સમેટ્યો વૈભવ સઘળો થાકી હારીને,

સગપણ આ વળગણ થયું,

ભાવ બધા થયા… ભરમ,


હવે બારી કોઈ ખુલ્લી નથી,

કે વિહ્વળ થઈ કોઈ બેઠું નથી,

પગરવ નહિ, શોર મચાવું,

પણ,

એ ચકોર નજરે કોઈ દીઠું નથી.


ખંડેર થઈ મહોલતો બધી,

સુગંધ હવે પ્રસરતી નથી,

યાદના તારી મયખાનાં કોઈ, બાકી એ નથી, 

મને ઓળખે નહીં એવું પીઠું એકે પણ નથી.


આજ નીકળશે મારા દ્વારેથી કોઈ,

એવા અભરખે હવે કોઈ બેઠું નથી,

કોઈ ખુલ્લી બારીએ બેઠું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance