STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Romance Inspirational

4  

Ajay Parker ' ભાવિ '

Romance Inspirational

ઝબકાર

ઝબકાર

1 min
285

હાથોમાં હાથ ઝાલી ઝીલવો છે ઝણકાર

પણ જણસ છૂટયા પછી લાગે છે સૂનકાર,


પંખીએ પાંખોમાં ભર્યું રે આકાશ 

મારે શ્વાસોના બંધનમાં ભરવો છે નવકાર,


છાતી ઠોકીને વળી ટીપી લીપીને નકકર 

મનના મંદિરીએ સ્મરણના હાથે કરવો છે રણકાર,


પેલા વાદળને જઈ જરા પૂછો રે સજન

શ્રદ્ધાના સરવરમાં લાગણીનો ઉભારવો છે છલકાર,


ઓ ચાંદ તારા દર્શનને ઘેલો આ ચાતક 

નિર્મળ આકાશે ભાવિ સ્વપ્નોના સ્પર્શ્યા છે ઝબકાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance