Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Inspirational

4.5  

Ajay Parker ' ભાવિ '

Inspirational

તું

તું

1 min
234


આજ તું, અવાજ તું, છે વિશ્વનો વિચાર તું;

શસ્ત્ર તું, અસ્ત્ર તું, છે ભવિષ્યનો આચાર તું.


ચંદ્ર હો, આદિત્ય હો, હો બ્રહ્માંડનો પ્રસાર પણ;

સમીપ હો, અસીમીત હો, ફલાંગ ભરી માપ તું.


ના થાક તું, ના હાર તું, કર મુસીબતોને પાર તું;

કાર્ય છે વિશાળ જો, આ પથનો છે પથિક તું.


યુદ્ધ તું, વિખવાદ તું, બની શકે છે શાંતિદૂત તું;

દાનવ છે તું, માનવ છે તું, આ વિશ્વ પર અસવાર છે તું.


હાર તું, પ્રહાર તું, સામે ખડું આ દૃશ્ય જો;

એકથી અનેક તું, સૃષ્ટિનો તારણહાર તું.


રાત છે પ્રગાઢ જો, તિમિર થયું સવાર જો;

બુદ્ધ તું, પ્રબુદ્ધ તું, ખુદ જીવન નાવ તાર તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational