STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Romance Inspirational

4  

Ajay Parker ' ભાવિ '

Romance Inspirational

આજ રૂડો આવ્યો અવસર

આજ રૂડો આવ્યો અવસર

1 min
342

ટોડલાના તોરણીયા મીઠું મલકે કે આજ રૂડો આવ્યો અવસર;

ધમધમતા ઢોલ ગજવે આખું ફળિયું કે આજ રૂડો આવ્યો અવસર,


બેનડીનો ગજરો તો મહેંકે ચોપાસ કે આજ રૂડો આવ્યો અવસર;

નાનેરા ભાઈલાનું ગજવું હૂંફાળું કે આજ રૂડો આવ્યો અવસર,


માડીની ચાવીનો ઝૂમખો ‌લળી લળી જાય કે આજ રૂડો આવ્યો અવસર;

બાપુનું ભાલ જાણે ઉઘડ્યું આકાશ કે આજ રૂડો આવ્યો અવસર,


ઠઠ્ઠા સાહેલીઓના કરે ગુલાબી ગાલ કે આજ રૂડો આવ્યો અવસર;

ફળિયાની આંખોમાં ઊડતો ગુલાલ કે આજ રૂડો આવ્યો અવસર,


તાતા થૈ ઝૂમી રહ્યું આંગણું કે આજ રૂડો આવ્યો અવસર;

કેસરિયો રંગ ઓઢી ઊતર્યો સાફો કે આજ રૂડો આવ્યો અવસર,


હથેળીમાં ચીતરેલો મોર હવે હૈયામાં ટહુક્યો કે આજ રૂડો આવ્યો અવસર;

ચાતકનું ચોમાસુ આજ આવ્યું ઘરઆંગણે કે આજ રૂડો આવ્યો અવસર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance