જૂઇની વેલડીએ
જૂઇની વેલડીએ
એની આંખો ઘણું બધું બોલી ગઈ,
જૂઇની વેલડીએ હૈયું ઠાલવી ગઈ,
વિચારોની અસર જાણે વરસાવી ગઈ,
જૂઇની વેલડીએ ખૂબ વાતો કરતી ગઈ,
ઉંડાણપૂર્વક તપાસ જાણે કરતી ગઈ,
જૂઇની વેલડીએ એકલતા ભૂલી ગઈ,
એક સરનામું નવું શોધીને જાણે ગઈ,
જૂઇની વેલડીએ સમય પાર કરી ગઈ,
એકલતા પર આજે તે વિજય પામી ગઈ,
જૂઇની વેલડીએ પ્રાણનો સંચાર પામતી ગઈ !
