જોખમ
જોખમ
ગયો હતો મળવા ગાલીબને,
પૂછવા શાયરી કેમ લખાય ?
મળ્યો સરસ પ્રત્યુત્તર એનો,
પડો પ્રેમમાં આપોઆપ લખાય !
થોડો સમય બદનામ શાયર,
પછી થઈશ ખ્યાતનામ શાયર !
પ્રણયમાં પડશે ફરેબી ધોખા,
વિરહમાં વાગશે શાયરના ધોકા !
જોખમ બંનેમાં - બદનામ/ખ્યાતનામ,
બોલ કઈ ગલીમાં છે ગુજરવું ?
