ગરીબ
ગરીબ
અહીં ઈજ્જત કદી પણ ના મળે ધનથી,
ગરીબ પણ ઈજ્જત કમાય છે દિલથી,
બેઠા બેઠા જ સફળ થવાનું વિચારે છે સૌ,
કોણ સમજાવે સફળતા મળે બસ ખંતથી,
અહીં લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે,
અરે ડિપ્રેશનનો ભંગ થાય છે બસ સંપથી,
આંખના પલકારામાં જ રંગ બદલે છે તેથી,
કાંચિડો પણ શરમાઈ છે માનવીના રંગથી,
"સરવાણી"લૂંટાઈ દુનિયા દેખાડો કરવામાં,
અરે કોણ સમજાવે માનવી સુંદર છે મનથી.
