હર કોઈ વ્યક્તિ હોય છે તો ચાહ
હર કોઈ વ્યક્તિ હોય છે તો ચાહ
એક વ્યક્તિ હોય છે જિંદગી જોડવા જેવી
ચાહી લેજો મિત્રો તેને જરા તો દિલ ફાડીને
દરેક રાત હોય છે તેની માટે જાગવા જેવી
ફરતી રહે છે સુખ- દુઃખની ઘટમાળ અહીં
સમજો દરેક ક્ષણતો હોય છે જાણવા જેવી
હશે નમી કદાચ આંખમાં તેની કદી તો જરા
આસુંઓની ભાષાય હશે ત્યાં વાંચવા જેવી
કદીક તો બેઠા રહ્યા રિસાઈને બે ખૂણે જુદા
ફરિયાદો હશે એક મેકની ત્યાં ભૂલવા જેવી
અજીબ છે દુનિયા રાખે ભરસો ઈશ્વર પર
ને ભેદ રેખા જીવન મરણ વચ્ચે હવા જેવી
ઉગે સૂર્ય, ચંદ્ર, ઉષા, સંધ્યા વિતે દિન સાથે
બસ માણી લ્યો છે જિંદગી માણવા જેવી

