એ દિલ જરા થોભી જા
એ દિલ જરા થોભી જા
એ દિલ જરા થોભી જા, હાથમાંથી ના જા...
તું હવે આસમાનમાં ઉડવા લાગ્યું છે.
એ દિલ હવે તું જમીન પર આવી જા.
એ દિલ મેં તારી ધડકને મહેસૂસ કરી છે.
એ દિલ એ તો જણાવ તું શું શોધે છે ?
તારી અંદરની રહેલી આ સનસની શેની છે ?
એ દિલ જરા થોભી જા, હાથમાંથી ના જા
રસ્તો નવો છે ને ક્યાંક તું ખોવાઈ જઈશ,
તો મારું શું થશે,એ દિલ જરા થોભી જા.

