તારી કમી મહેસૂસ કરી રહી છું.
તારી કમી મહેસૂસ કરી રહી છું.
આ ખીલેલી વસંતને જોઇને
આવી તારી યાદ
આ લીલી વનરાઈ આ ધુમ્મસ
આ ખળ ખળ વહેતા ઝરણા જોઈ
આવી તારી યાદ
ફૂલોમાં તારો ચહેરો નજર આવે
આ પંખીનો સુર લાગે તારો સાદ
સંભાળી સુર વાંસળીના આવે તારી યાદ
આ હવા આવે પાસ થાય તારો આભાસ
લાગે મને જાણે તું મારી આસપાસ
ક્ષણ માટે થંભી જાય મારો શ્વાસ
લાગે મને તું છે મારી પાસ
આ વૃક્ષને વળગેલી વેલડી જોઈ
આવે તારી યાદ
આ મહેકતા ફૂલો અપાવે તારી યાદ
ઝરણાના મધુર ઝણકારમાં
આ મારા કંગનના રણકારમાં
આ ઝાંઝર ના ઝણકાર માં
ગુંજે તારો નાદ વાલમ
આવે મને તારી યાદ

