ગમે છે
ગમે છે
તું જ્યારે સામેથી મને મેસેજ કરે છે, મને ગમે છે
મારી નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે, મને ગમે છે
તું વ્યસ્ત હોય છતાય મારા માટે સમય કાઢે છે, મને ગમે છે
તારી વાતો, તારો સંગાથ, મને ગમે છે
તારો મારા હાથમાં પરોવયેલો હાથ,મને ગમે છે
તું મને છુપી રીતે જોયા કરે છે, મને ગમે છે
મારી ઉદાસી પર તારું મને માનવવાની રીત, મને ગમે છે
મારી ગાલ પર તારી આંગળી ફરે છે, મને ગમે છે
તું થાકીને મારા ખોળામાં માથું મૂકીને સૂવે, મને ગમે છે
પાછળથી જ્યારે તું બાથમાં ભરીલે છે, મને ગમે છે
મારા માથા પર હાથ ફેરવી ચુંબન કરે છે, મને ગમે છે
તારા માટે હું કેટલી મહત્વ છું, એ તું જે રીતે મને
મહેસૂસ કરાવે છે બોલ્યા વગર, મને ગમે છે
મને તું જેવો છે એવો ખૂબ જ ગમે છે

