STORYMIRROR

Harita Desai

Romance

4  

Harita Desai

Romance

આવીશ જરૂર

આવીશ જરૂર

1 min
407

હું આવીશ જરૂર મહેફિલમાં પણ,

મારા દુઃખને મટાડે એવી મદિરામાં તાકાત નથી,


પત્ર લખીશ તારા નામે તારા ગયા પછી પણ,

પહેલા જેવી એમાં છટાદાર વાત નથી,


ચંદ્ર તો રોજ એની કળા બદલે છે પણ,

પ્રથમ મુલાકાત સમી એ રાત નથી,


સંપર્ક તો થાય છે તારો સ્વપ્નોમાં પણ,

તારી હાજરી જેવી એમાં અદાવત નથી,


ગમે એવી કરી લે પરીક્ષા મારી પ્રેમની પણ,

જિંદગી કહીને તને જીવવાનું ભૂલી જાવ એવી મારી જાત નથી,


હું આવીશ, જરૂર આવીશ મહેફિલમાં ' હરી ' પણ,

મારા એક તરફના પ્રણયથી હવે કોઈ બાકાત નથી, કોઈ બાકાત નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance