આભાસ
આભાસ
તું પાસ નથી પણ આભાસ રૂપે ખાસ છો,
મનમાં અહેસાસ રૂપે એમ તો નથી જ,
ક્યાંક તો ભૂલ થઈ હશે મારી જ વર્તનમાં,
આપણી વચ્ચે કોઈ અંતરાય આમ તો નથી જ,
કોઈ અજાણી લાગણી અનુભવી રહી હતી,
આપણી વચ્ચે કોઈ સંબંધ આમ તો નથી જ,
લેણદેણ ક્યારે ચાલુ બંધ થાય તે કોણ જાણે,
આપણી વચ્ચે હિસાબીપણું આમ તો નથી જ,
ખેલ તો બધો કિસ્મત ખેલાવી જાય છે,
આપણે કોઈ પાકા ખેલાડીઓ તો નથી જ,
તારા હોવાનો આભાસ સદાય સાથે રહેશે,
આપણી વચ્ચે ભાસનો આભાસ એમ જ તો નથી.

