વિચાર્યું ના હતું
વિચાર્યું ના હતું
જીવનની મુશ્કેલીઓમાં સાથ તો ઘણાનો મળ્યો,
આમ અચાનક તારો સાથ આજીવન બની રહેશે એવું વિચાર્યું ના હતું,
જીવનમાં ખુશીઓ અને દુઃખ તો અવારનવાર આવ્યા,
તારો સાથ ખુશીઓ જ આપશે એવું વિચાર્યું ના હતું,
જીવનમાં અગણિત અણગમતા કાર્ય કર્યા છે,
તારા સાથમાં એ અણગમતું કાર્ય પણ ગમવા લાગશે એવું વિચાર્યું ના હતું,
જીવનમાં આદત સુધારવા સૌ કોઈ વારંવાર ટકોર કરે,
તારા જેમ સારી કે ખરાબ આદતો સાથે કોઈ સ્વીકાર કરશે વિચાર્યું ના હતું,
જીવનમાં હમેશાં બધા શું કહેશે એ જ વિચારવાનું શીખ્યું,
તારા જેમ હમેશાં કોઈ મારી મરજી ને પ્રાધાન્ય આપશે વિચાર્યું ના હતું,
જીવનમાં હમેશાં દરેક કામમાં દરેકની મદદ કરવાનું જ શીખ્યું,
તારા જેમ કોઈ મારી પણ મદદ કરશે એવું વિચાર્યું ના હતું.

