અંતરમનની વાત
અંતરમનની વાત
હોય જો ફુરસદ તો આવજે ક્યારેક, અંતરમનની વાત કરું,
હોય જે ખાસ એને લાવજે ક્યારેક, અંતરમનની વાત કરું,
ચાર જોકર ભેળવી ને અમે ગંજીપો તો પૂરો કરી લીધો,
રાણી વગરના રઝળતાં થયેલ એ પત્તા બાવનની વાત કરું,
હજુયે પ્રેમને એવો ને એવો દિલમાં સંઘરીને રાખ્યો છે,
આવ જો તું બુઢાપામાં, ફરી એ જ જોબનની વાત કરું,
એ જ ગલીઓ, એનું એજ ઘર, ખાલી થઈને ખોતરે છે,
ક્યારેક મહેકતું હતું, હવે સુકાયું એ ઉપવનની વાત કરું,
આમ તો તનેય પ્રેમ હતો, ને મનેય એવું જ લાગતું હતું,
છુટ્યા પછી ચાહનારા થી, કેવું હોય જીવનની વાત કરું.

