STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

મારી જાતને મેં છેતરી છે

મારી જાતને મેં છેતરી છે

1 min
208

કોઈની વાત હું શા માટે કરું ?

મારી જાતને મે જાતે જ છેતરી છે,

મારા પોતાના પોતાના કરીને મે,

મારી લાગણીઓને સરેઆમ વેતરી છે,


કોને કહું મારી વેદના કોણ સાંભળે અહીં ?

એટલે જ મારી ગઝલમાં એની અસર ઉતરી છે,

પોતાના લોકોથી જ હું તો ઘવાઈ છું,

બસ મારી આંખો એટલે જ આજે નીતરી છે,

દર્દ વ્યથા અને વેદનાઓ આપી ગયા ભેંટમાં,

જેની તસવીર મે હૈયે કોતરી છે,


રાઈમાંથી પહાડ જેવડા થઈ ગયા જખમ મારા,

જોને આમ એને જ મને વેતરી છે,

લાગણીઓની રમતમાં એ બાજી મારી ગયા,

જતર પડેલી વેદનાને એ આમ ખોતરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy