યાદ વતનની
યાદ વતનની
ડેલીએ ઊભું બાળપણ ટળવળે આંખે યાદ આવે વતનની,
ઈંઢોણી માથે પનિહારી એ રુડી શોભે યાદ આવે વતનની,
મલકની માટીને મૂકી ચાલ્યા ગયા સુવાસ હજુ આતમે ફેલી,
સંગ રમતા ભેરુડાની ગાથા હૈયે સાંભરે યાદ આવે વતનની,
સિમાડાના ખેતરે હતાં નદી તલાવડીના ધબાકા કાને સરવરે,
ચોમાસે ટપકતાં નળિયે ભીંજાવા નેવે યાદ આવે વતનની,
ચૂલાના રોટલાની સોડમના ઓડકાર હજુંય એ ક્યાં વિસરે,
ગામ ચબૂતરે અનોખો રાતવાસો દિસે યાદ આવે વતનની,
અલોપ થૈ ગ્યા વતનના વાવટા શહેર ઝંખનાએ માઝા મૂકી,
સાંજ જીવવા જેવું જીવતર છે ગામડે યાદ આવે વતનની.
