અધુરૂં મિલન
અધુરૂં મિલન
મધુર મહેંકતી સાવનની ઘટામાં,
મલકતી સૂરત તારી નિરખવા દે,
વાટ જોઈ રહ્યો છું હું વાલમ તારી,
અધુરૂં મિલન મુજને પૂર્ણ કરવા દે,
ઘણા સમયથી વિખૂટો પડ્યો છું હું,
મારી ભૂલની કબૂલાત કરવા દે,
વિરહની અગ્નિથી તડપી રહ્યો છું હું,
તારા પ્રેમની સરિતામાં ભીંજાવા દે,
ખીલી રહેલી પૂનમની ચાંદનીમાં,
તારૂં સુંદર રૂપ પ્રેમથી નિરખવા દે,
વાટ જોઈ રહ્યો છું હું વાલમ તારી,
અધૂરૂં મિલન મુજને પૂર્ણ કરવા દે,
નયનોથી અશ્રુ વહાવી રહ્યો છું હું,
મારી પ્રેમની જ્વાળા શાંત કરવા દે,
તરસ્યો થયો છું તારા મિલનનો હું,
તારા પ્રેમનું અમૃત પાન કરવા દે,
સૂમસાન બની ગયેલ મારા જીવનમાં,
તારી પાયલની ઝણકાર સંભળાવી દે,
વાટ જોઈ રહ્યો છું હું "મુરલી" તારી,
અધૂરૂં મિલન મુજને પૂર્ણ કરવા દે.

