પ્રેમની પરાકાષ્ઠા
પ્રેમની પરાકાષ્ઠા
તારી અને મારી પ્રિત છે,
રાત આજે પૂનમની છે,
તારા મળવા કાજે હું આતુર બની રહી છું.
ક્યાં છો મારા પ્રિયતમ ?
તારૂં રટણ કરૂં છું હરપળ,
કરુણાભર્યો સાદ હું દિલથી કરી રહી છું.
વાદળો દિલના ગરજે છે,
ઝરમર મલ્હાર વરસે છે,
તારા વિરહની દામિનિથી હું દાઝી રહી છું.
કોયલ કાળી ટહુકે છે,
મયૂર કેકારવ કરે છે,
પપીહાનો પોકાર સાંભળી હું તડપી રહી છું.
વહેલો આવી જા પ્રિયતમ,
તું છો મારા દિલની ધડકન,
"મુરલી" દિન રાત હું તારી વાટ જોઈ રહી છું.

