STORYMIRROR

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Tragedy

3  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Tragedy

હતી લાશ મારી

હતી લાશ મારી

1 min
179

સરસરાટ શબ્દોની માત્ર, નહોતી ગોઠવણી જુઓ,

હતી એ કવિતા મારી ને મારી કવિતામાં હું હતો,


વહેવું મારી ફિતરતમાં એમ કરીને આવ્યું જુઓ,

હતી ત્યાં એક સરિતા ને એ સરીતામાં હું હતો,


મુજ ઘાવે નમક નાખનારાં, એમ થયા હતાશ જુઓ,

હતાં જગે દરિયા ઘણાં ને બધા દરિયામાં હું હતો,


જગત કાજીઓની સૌ, લાચારી એમ કરીને જુઓ,

પડી હતી લાશ મારી ને મારી લાશ સાથે હું હતો,


અધૂરી રહેશે મારી પ્રેમકથા, જાણતો હતો હું જુઓ,

હતો એ વાર્તામાં નાયક હું ને વાર્તાકાર પણ હું હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy