STORYMIRROR

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Abstract

4  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Abstract

નજાકત

નજાકત

1 min
448

મારે મારી દુનિયામાં એવી અજબ કરામત જોઈએ,

અજવાળાથી ભરપૂર સૂરજ સાથે મને રાત જોઈએ,


જગત આખું ચાલે માત્ર લાગણીની જ લેણ-દેણ પર

સૌનાં દિલોની ભીતર એવી સ્નેહાળ શરાફત જોઈએ,


તેની પ્રતિમાય ધરાવે છે પ્રાણ ચાલો, હું માની લઉં છું,

પરંતુ સાબિતીરૂપે મને પથ્થરોમાં પણ નજાકત જોઈએ,


તું ઉપવનો સર્જીશ વિરહભરી મારી યાદમાં, માની લીધું,

પણ બાગનાં સૌ ફૂલો પર મારે તારી લખાવટ જોઈએ, 


આયખાભર એમ જ શ્વસ્યા કર્યું સાવ એકલાં એકલાં,

આખરી પળે મને મિત્રો સાથે જામની જમાવટ જોઈએ ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract