બારસાખ
બારસાખ
દરિયા થકી ખારું બનેલ નીર, મેં જરીક શું મેળવ્યું ખાખમાં,
આંસુનો અફાટ સમંદર, આવીને સમાઈ ગયો મારી આંખમાં,
હૃદયના ઝીણા તારને છંછેડીને, જઈ બેઠો છે સાવ મઝધારમાં,
નઠારો છે એ આગંતુક, બાંધી સૌ લાવો તેને મોજારૂપી કાંખમાં,
વ્હાલી-વ્હાલી સૌ લાગણીઓને, બાળી મૂકી છે મેં સ્મશાનમાં,
ને ખુદનાં વજુદને બાળવા, કોલસા ઉગાડી રહ્યો છું રાખમાં,
એમ કરીને હું હારી ગયો, તેની સામે છૂપાછૂપીની આ રમતમાં,
ક્યાંથી મળે એ નગર ? નગર આખું છૂપાવેલ તેણે બારસાખમાં !
ઋતુઓ બધી વીતાવેલ મેં, મેઘધનુષે જઈ બેસવાની આશમાં,
ને ગગન આખું છૂપાઈ બેઠું હતું, કોઈ માસૂમ પંખીની પાંખમાં.
