યાદો મહીં ફરતું કાવ્ય
યાદો મહીં ફરતું કાવ્ય
રહી ગયું હતું જે બાકી, એ કામ હું કરી રહ્યો છું,
આજકાલ હું કોઈકની, યાદો મહી ફરી રહ્યો છું,
ભરોસો નહોતો મને આ નિર્જળા સુના રણનો,
કોઈ આંખના આંસુઓમાં, તેથી હું તરી રહ્યો છું,
તારો આયનો ય, નહિ ઝીલી શકે પ્રતિબિંબ મારું,
સાંગોપાંગ સાવ એમ, હું મુજમાંથી ખરી રહ્યો છું,
મિલનની આશ, જીવંત હશે ભીતર કદાચ તેથી,
દરિયો હોવા છતાં, હું સરિતા તરફ સરી રહ્યો છું,
ગોઠવો મૃત લાગણીઓના ઈંધણા મશાણે જઈને,
પળેપળ મારી ભીતર, હું આરપાર મરી રહ્યો છું,

