Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

ઘાયલ પ્રેમી

ઘાયલ પ્રેમી

1 min
139


વિચારોના વાદળો ઘેરાઈ રહ્યા છે,

દિલમાંથી ગર્જનાઓ થઈ રહી છે,

યાદ આવી છે મધુર મિલનની તારી,

મુજને મળી જા ઓ પ્રિયતમા મારી.


નભમાંથી દામિની ચમકી રહી છે,

તુજને મળવાની તડપ વધી રહી છે,

દિલમાં વસાવી છે મેં તસ્વીર તારી,

ન તડપાવ મુજને ઓ પ્રિયતમા મારી.


ઝરમર ઝરમર વર્ષા વરસી રહી છે,

નયનો મારા તુજને તરસી રહ્યાં છે,

વહાવી દે પ્રેમની શીતળ સરિતા તારી,

તરસનું શમન કર ઓ પ્રિયતમા મારી.


વિરહની અગ્નિ દિલમાં ભભૂકી રહી છે,

મુજને સળગાવી ઘાયલ કરી રહી છે,

"મુરલી" ગેરસમજ હવે ભૂલી જા તારી,

દિલમાં સમાઈ જા ઓ પ્રિયતમા મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance