STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Classics Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Classics Inspirational

મેઘ મલ્હાર

મેઘ મલ્હાર

1 min
3

વાદળ ઉમટ્યા આભમાં, મેઘ મલ્હાર ગાય,
ટહુકે કોયલ ડાળ પર, મધુર સૂર લહેરાય. ​

ઝરમર ઝરમર વરસતો, મોતી સમા વરસાદ,
ધરતી માતા હરખતી, પામે નવલો શણગાર. ​

વીજળી ઝબકે વ્યોમમાં, ચમકે ચાંદીહાર,
ગડગડાટ કરી ગાજે મેઘલો, જાણે વાગે નગારા.

​મોરલો પાંખો ફેલાવી, આનંદથી નાચે આજ,
લીલી ચાદર ઓઢીને, આજ ધરતી કરે રાજ. ​

નદીઓ ખળખળ વહેતી, ગાય જીવનગીત,
પવન સુગંધિત થઈ ગયો, પ્રકૃતિ બની પ્રીત. ​

વનરાઈમાં ફૂલ ખીલ્યા, ભીંજાઈ ગયા પાંદડા,
મેઘધનુષ્ય રંગોળી પૂરે, રંગે સૌના આંગણા. ​

મેઘ મલ્હારના મધુર સૂરમાં, રમે સૃષ્ટિ સારી,
“મુરલી” નાદે મેઘ વરસે, પ્રકૃતિ લાગે પ્યારી.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ) (સાહિત્યકાર અને શાસ્ત્રીય સંગીતકાર)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics