અણસાર
અણસાર
આમંત્રણ આપ્યું છે પ્રેમથી તુજને,
આવવાની મુજને ના પાડી નથી,
દ્વારે ઊભીને તારી વાટ જોઉં છું હું,
તારા આવવાના કોઈ અણસાર નથી,
ફૂલ ગુલાબનું મોકલ્યું છે મેં તુજને,
સ્વીકારવાની મુજને ના પાડી નથી,
ચાતકની જેમ તારી વાટ જોઉં છું હું,
તારા આવવાના કોઈ અણસાર નથી,
પપીહાની જેમ પોકાર કરૂં છું તુજને,
કોયલની બનીને ટહૂકો કરતી નથી,
તડપી તડપીને તારી વાટ જોઉં છું હું,
તારા આવવાના કોઈ અણસાર નથી,
દૂર સુધી નજર નાખીને શોધું છું તુજને,
સુંદર સૂરત તારી ક્યાંય દેખાતી નથી,
તરસ્યો બની તારી વાટ જોઉં છું હું,
તારા આવવાના કોઈ અણસાર નથી,
મારા પ્રેમાળ દિલમાં વસાવી છે તુજને,
મારી દરકાર તુજને કદી થતી જ નથી,
"મુરલી" દિવાનો તારી વાટ જોઉ છું હું,
તારા આવવાના કોઈ આણસાર નથી.

