દિલતણી વાત
દિલતણી વાત
દિલતણી કોઈ તો વાત એવી,
જેને એમણે ન હતી કહેવી,
કોઈ કારણસર મુખે આવી,
પણ એને બોલતા અટકાવી,
ત્યારે એમની આંખો ભીંજાણી,
કાંઈ તો જરૂર હશે એ કહાણી,
કુશળતાથી વાત લીધી ટાળી,
રોકી આવેશ, ખુદને સંભાળી,
શું ગજબની તેમની ખુમારી,
હિંમત જોઈ મન જાય વારી,
કોઈએ કરી હશે દગાબાજી,
માટે વાત કરવા નથી રાજી.
