STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

નબળું

નબળું

1 min
176


કે એક તરફ સઘળું હશે,

બીજી તરફ નબળું હશે,


આવો અન્યાય કેમ હશે,

તારું કાનૂન અવળું હશે ?


કે જ્યાં હશે આનંદ ફક્ત,

ત્યાં જ મળતું તાળું હશે,


રંગોના સપનાં ના જોશો,

કૃષ્ણનું મુખ તો કાળું હશે,


જે ઘરમાં કદી રોનક હતી,

ક્યારેક એમાંય જાળું હશે !


Rate this content
Log in